શ્રી બાબુલાલ કરશનદાસ પટેલ
ધરમપુર ગામના વતની શ્રી ઝાલાવાડ ખાખરિયા કડવા પાટીદાર કેળવણી મંડળ અમદાવાદના ઉપપ્રમુખ તરીકે વર્ષોથી સેવા આપી રહ્યા છે. તેઓશ્રીને ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેઓ વ્યવસાયે એક સફળ ઉદ્યોગપતિ છે. ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રમાં અગ્રણી એવી ધારા લાઈફસાયન્સ પ્રા. લી. ના તેઓશ્રી ચેરમેન છે. સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ કડીમાં અગ્રણી દાતાશ્રી તરીકે તેમના જ પરિવારના નામે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, તેમજ B.Sc. અને GNM નર્સિંગ કોલેજ કાર્યરત છે. તેઓ સામાજિક, શૈક્ષણિક તેમજ ધાર્મિક ક્ષેત્રોમાં તન-મન-ધનથી સહયોગી બની રહેવા હંમેશા તત્પર હોય છે. જેતલપુર ખાતેની નરનારાયણ શાસ્ત્રી ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી સંચાલિત ઈન્સ્ટીટ્યુટ ઓફ ફોરેન્સીક સાયન્સ એન્ડ સાયબર સિક્યુરીટીના મેનેજમેન્ટ બોર્ડમાં મેમ્બર સેક્રેટરી તરીકેની સેવા આપે છે. તેઓ એમ્કો બેન્ક રકનપુર શાખાની ડેવલપમેન્ટ કમિટીમાં સભ્ય તરીકે સેવા આપી રહ્યાછે.
શ્રી બિપીનભાઈ નારણભાઈ પટેલ
ખાખરિયા સમાજના ધરમપુર ગામના વતની શ્રી બિપીનભાઈએ ઉદ્યોગ સામ્રાજ્યને વિકસિત કરીને સમગ્ર ઉદ્યોગજગતમાં સફળ ઉદ્યોગપતિ તરીકે નામના મેળવી છે. કુ. મેઘના શિક્ષણ સંકુલ કડી, શ્રી ટી. ઓ.પટેલ સર્વોદય હાઈસ્કૂલ ધરમપુર, શ્રી ઉમિયા કે.વી.સી. એજયુ. ટ્રસ્ટ, શ્રી ઝા ખા.ક.પા.કે.મં. તથાવિવિધ સામાજિક, ધાર્મિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓના નિર્માણ કાર્યમાં માતબર દાન આપીને દાતાશ્રેષ્ઠીતરીકે પાટીદાર સમુદાયમાં તેઓ સન્માનનીય બન્યા છે.
શ્રી હરજીવનભાઈ કેશવલાલ પટેલ
રણછોડપુરા ગામના વતની તથા શ્રી ઝાલાવાડ ખાખરિયા કડવા પાટીદાર કેળવણી મંડળમાં પ્રમુખ તરીકે મંડળના પરિવારજનોને વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સંગઠિત કરી સૌનો આદર પામ્યા છે. પેઈન્ટસ-કોટીંગ્સ ક્ષેત્રની સત્વ કોટીંગ્સ પ્રા. લી. માં ડિરેક્ટર અને વ્યવસાયે બિલ્ડર (અક્ષરગ્રુપ). સમગ્ર સમાજની વિકાસયાત્રામાં હંમેશા ઉત્સાહી રહ્યાં છે.
શ્રી ધર્મેશભાઈ વાસુદેવભાઈ પટેલ
ખાખરિયાના દેવપુરા ગામના વતની, સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ કડીમાં તેઓ મંત્રી તરીકે તેમજ ઉમિયા કે.વી.સી. ટ્રસ્ટ અમદાવાદમાં પણ સક્રિય ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. તેઓને પરિવારના ઉદાર દાનથી કુ. મેઘના શિક્ષણ સંકુલની એન્જીનીયરીંગ કોલેજ, ગર્લ્સ હોસ્ટેલ તેમજ કડી, અમદાવાદ, ઊંઝાની અનેક સંસ્થાઓમાં તેઓ કાર્યરત છે. યુવા બિલ્ડર અને ઉદ્યોગપતિ તરીકે તેઓ સમાજની વિકાસયાત્રામાં હંમેશાં સક્રિય રહે છે.
શ્રી રમેશભાઈ લાલજીભાઈ પટેલ
ખાખરીયાના કડી તાલુકાના નરસિંહપુરા ગામના વતની એવા શ્રી રમેશભાઈ સારસ પરિવાર (અમર ગૃપ) અમદાવાદના સફળ ઉદ્યોગપતિ તેઓશ્રીના પિતાશ્રીના વારસામાં મળેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરીંગ ઉદ્યોગને હરણફાળ ગતિ આપી ગુજરાતમાં નામાંકીત બ્રાન્ડ “સારસ” તરીકેની નામના મેળવી છે. કડી, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓના કાર્યોમાં ઉદાર હાથે સખાવત કરેલ છે. યુવાવયે સમાજ પ્રત્યેની ભાવના અને જવાબદારીપૂર્વક કામ કરવાની તેઓની નિષ્ઠા સર્વે યુવાવર્ગ માટે મોટી પ્રેરણા સમાન છે.
શ્રી પ્રવિણભાઈ નરસીભાઈ પટેલ
દેવપુરા ગામના વતની, વ્યવસાયે બિલ્ડર, શ્રી ઝા.ખા.ક.પા.કે.મંડળ પશ્ચિમઝોનના ચેરમેન, શ્રી ઉમિયા કે.વી.સી. એજયુ. ટ્રસ્ટના ઉપપ્રમુખ, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના કારોબારી સભ્ય તરીકે બહોળી જવાબદારી નિભાવી રહ્યા છે. ગીત-સંગીત, કીર્તનના શોખીન અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદના પ્રમુખ તરીકે પણ સેવા આપેલ છે.
શ્રી સુનિતભાઈ ઝવેરભાઈ પટેલ
દેવપુરા ગામના વતની, અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ ઉપરાંત વિદ્વાન શિક્ષણવિદ, શ્રી ઝાલાવાડ ખાખરિયા કડવા પાટીદાર કેળવણી મંડળમાં ઉપપ્રમુખ, સ્વામીવિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ કડીના ટ્રસ્ટી અને શ્રી ઉમિયા કે.વી.સી. એજયુ. ટ્રસ્ટના મહામંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે. ખાસ કરીને દીકરીઓની કેળવણી માટે અથાગ પરિશ્રમ કરી તેઓને સ્વાવલંબી બનવા પર ભાર મૂકી આંત્રપ્રિનીયોરશીપતરફ દોરી જવા સંકલ્પબદ્ધ રીતે સેવા બજાવી રહ્યા છે.
શ્રી રાજેન્દ્રભાઈ પોપટભાઈ પટેલ
ખાખરિયાના હીરાપુરા ગામના વતની એવા રાજેન્દ્રભાઈ ગુજરાતના સફળ અને ખ્યાતનામ ઉદ્યોગપતિ છે. આઈસમેક રેફ્રિજરેશન નામથી વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવેલ ઉદ્યોગ સામ્રાજ્યના તેઓ સ્થાપક અને સફળ સંચાલક છે. ગુજરાતની અનેક શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં તેમનું મહત્વનું આર્થિક યોગદાન રહ્યું છે. યુવાનોના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ યુવાન કાર્યકર્તા છે. પોતાના ગામથી શરૂ થયેલી તેઓની સેવાયાત્રા સમાજ માટે એક સફળ અભિયાન છે.
શ્રી હિમાંશુભાઈ મનજીભાઈ પટેલ
ચંદ્રનગર ગામના વતની, સ્ટીલફીટ એન્જીનીયરીંગ, વિહીમ એન્જીનીયર્સ તથા પાવરહાઈ એન્જીનીયર્સ પ્રા. લી. જેવા ફેમીલી ઉદ્યોગોનું સફળ સંચાલન કરતા અગ્રણી ઉદ્યોગપતિ ઉપરાંત સામાજીક, ધાર્મિકક્ષેત્રે નિર્માણ કાર્યમાં તેમજ શૈક્ષણિક સંકુલોમાં દાતા તરીકે સેવા આપી રહ્યા છે. તેમના પરિવારના નામથી સુંદર શાળા કડી મેઘના સંકુલમાં કાર્યરત છે. તેઓના પરિવારની વિવિધ સેવાઓથી તેઓનું નામ સમગ્ર પાટીદાર સમુદાયમાં નોંધનીય રહ્યું છે.
શ્રી ધર્મેશભાઈ ચંદુલાલ પટેલ
ખાખરિયા વિસ્તારના કલ્યાણપુરા ગામના યુવા અગ્રણી એવા ધર્મેશભાઈ સમાજના નવનિર્માણ કાર્યમાં ઊંડો રસ ધરાવે છે. અમદાવાદમાં બિલ્ડર-ડેવલપર્સ તરીકેનો શ્રેષ્ઠ એવોર્ડ મેળવી તેઓની ઈલાઈટ ગ્રુપ કંપનીને તેઓએ ગૌરવ અપાવ્યું છે. ખાખરિયા ફાઉન્ડેશનની આરંભિક વિકાસયાત્રામાં તેઓની સક્રિયતા અને માર્ગદર્શન સરાહનીય છે.
શ્રી ધર્મેશભાઈ કાન્તિલાલ પટેલ
ખાખરિયા સમાજનાં મણિપુરા ગામના વતની એવા ધર્મેશભાઈ અમદાવાદ શહેરમાં યુવા બિલ્ડર તરીકે સ્નેહીજનોમાં, કાર્યકરોમાં અને પરિવારજનોમાં અદકેરું સ્થાન પામ્યા છે. B.E.(E.C.), M.B.A. માર્કેટીંગ અને Law (GNLU) ની ઉપાધિઓ સાથે તેઓની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ છે. તેઓના માર્ગદર્શનનો લાભ ફાઉન્ડેશનને અવાર નવાર મળતો રહે છે.
