


ધર્મભીરૂ, નીતિવાન અને અત્યંત હિંમતવાન પૂર્વજોના અથાક પ્રયત્ને આપણો ખાખરીયા સમાજ સમૃધ્ધિના ઉંબરે ઉભો છે, ત્યારે આપણાં શ્રધ્ધેય પૂર્વજોનાં વારસાને ચરિતાર્થ કરવા આપણાં સૌના “ખાખરીયા ફાઉન્ડેશન”નું વિઝન સ્પષ્ટ અને સમયોચિત છે.
“સમગ્ર ખાખરીયાની એકતાને મજબૂત કરીને ખાખરીયા સમાજનાં વ્યક્તિગત, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસને ચિરંજીવી બુલંદીઓ પર પહોંચાડવો અને આ ભગીરથ કાર્યમાં સમાજની દરેક વ્યક્તિને તન, મન અને ધનથી સહકાર મેળવવો.”
Misson
- ખાખરિયા સમાજની ચેતના અને એકતાના કેન્દ્રબિંદુ સમાન ભવનનું નિર્માણ કરવું.
- સમાજના શિક્ષિત યુવક અને યુવતીઓને કારકિર્દીલક્ષી વ્યવસાયિક તાલીમ મળે તે માટેની સુંદર વ્યવસ્થા ગોઠવવી.
- વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ સ્તરે કાર્યરત સમાજના પ્રતિભાવાન વ્યક્તિઓના જ્ઞાન અને અનુભવનો લાભ યુવા પેઢીને મળે તે માટે સતત કાર્યરત રહેવું.
- ભવિષ્યના પડકારો અને દુનિયાના બદલાતા પ્રવાહો મુજબ સમાજનું મૂલ્યવાન ઘડતર કરવા કુમાર તથા કન્યા કેળવણી માટે જરૂરી શૈક્ષણિક સંકુલો તથા છાત્રાલયોનું નિર્માણ કરવુ.
ખાખરિયા ફાઉન્ડેશના ટ્રસ્ટીશ્રીઓ
Upcoming Events











